લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાંથી મોટાપાયે શ્રમિકો યુપી જવા લાગ્યા,ઉદ્યોગ માલિકોમાં ફફડાટ વ્યાપ્યો

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરથી પ્રથમવાર એક દિવસમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા એક લાખને પાર થઈ ગઈ છે.ત્યારે આ સંજોગોમાં પરપ્રાંતિય લોકો પોતાના ઘરે પાછા ફરવા માંડ્યા છે.જેમાં મુંબઈથી ઉત્તર ભારત જતી ટ્રેનોમાં હાલમાં સીટ ન મળે તેવી સ્થિતિ છે. જોકે રેલવે તરફથી સ્પેશ્યલ ટ્રેનો વધારવામાં આવી હોવાછતાં ભીડ ઓછી થઈ રહી નથી.ત્યારે બીજીતરફ શ્રમિકોની હીજરતના કારણે ઉદ્યોગોના માલિકોના હોશ ઉડી ગયા છે.આમ આ રીતે શ્રમિકો ઘરે પરત ફરવાનુ ચાલુ રાખશે તો તેની અસર પ્રોડક્શન અને સપ્લાય પર પડી શકે છે તેમજ ઉત્પાદન પ્રભાવિત થઈ શકે છે.