લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાં લોકડાઉન બાબતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે રાત્રે 8:30 વાગ્યે જાહેરાત કરશે

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં કેસોમા સતત થઇ રહેલા વધારાએ રાજ્યમાં કોહરામ મચાવી દીધો છે.ત્યારે કોરોના કેસના આંકડા રાજ્યમાં સતત એક નવો રેકોર્ડ બનાવી રહ્યા છે.આમ કોરોનાના વધતા કેસ પર નિયંત્રણ લગાવવા માટે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે આજે રાત્રે 8:30 વાગ્યે મહારાષ્ટ્રની જનતાને સંબોધન કરવાના છે.જેમાં લોકડાઉન કરવું કે નહિ તે અંગેના નિર્ણયની જાહેરાત કરવામાં આવી શકે છે.

આમ ગયા મહિને વધતા કોરોના સંક્રમણને ધ્યાને લઇ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે લોકડાઉનને એક વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે.ત્યારે વધુમાં તેમણે કહ્યું હતું કે રાજ્યના લોકો પહેલા કરેલા લોકડાઉનની જેમ આ વખતે પણ નિયમોનું પાલન કરશે.જેમાં બે દિવસ પહેલા મહારાષ્ટ્રના સ્વાસ્થય મંત્રીએ કહ્યું હતું કે આવનારા સમયમાં સંક્રમણને રોકવા માટે કડક પગલા લેવામાં આવશે અને લોકોએ તેની તૈયારી રાખવી પડશે.

આમ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન લોકોને સંબોધન એવા સમયે કરવા જઇ રહ્યા છે કે જ્યારે રાજ્યમાં ગુરુવારે કોવિડ -19ના 43,183 નવા કેસ સામે આવ્યા છે.આમ નવા કેસોના આવ્યા પછી કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 28,56,163 થઈ ગઈ છે.આમ રાજ્યના આરોગ્ય વિભાગ મુજબ 249થી વધુ દર્દીઓ ચેપને કારણે મૃત્યુ પામ્યા છે.આ સંક્રમણને કારણે રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 54,898 લોકોનાં મોત નીપજ્યાં છે.

કોરોનાના વધતા જતા કેસોને લઈને પૂણેમાં 7 દિવસનું આંશિક લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.જેના સંબંધિત ગાઇડલાઇન પણ બહાર પાડવામાં આવી છે.જેમાં જરૂરી સેવાઓ લોકડાઉનમાંથી બાકાત રાખવામાં આવી છે.જેમાં સરકારના હુકમ અનુસાર આવતા 7 દિવસ સુધી બાર,હોટલ અને રેસ્ટરન્ટ બંધ રહેશે.જોકે હોમ ડિલિવરીની સુવિધામાં છૂટ આપવામાં આવી છે.તેમજ લગ્ન અને અંતિમ સંસ્કાર સિવાયના તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.લગ્નમા વધુમાં વધુ 50 લોકો ભાગ લઈ શકે છે અને અંતિમવિધિમાં મહત્તમ 20 લોકો ભાગ લઈ શકે છે.જે સરકારનો હુકમ આવતીકાલથી અમલી બનશે.