લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 34,389 દર્દીઓ સામે 59,318 દર્દીઓ સાજા થયા

મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેરની અસર ઓસરી રહી છે.ત્યારે આજે સમગ્ર રાજ્યમાં કોરોનાના નવા 34,389 દર્દીઓ નોંધાયા હતા જ્યારે તેની સામે 59,318 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા હતા.આમ રાજ્યમાં કોરોનાના દર્દીઓનું સાજા થવાનું પ્રમાણ વધીને 89.74 ટકા થયું હતું,જ્યારે રાજ્યનો મૃત્યુદર 1.52 ટકા જેટલો રહ્યો હતો.આમ અત્યારસુધીમાં 48,26,371 દર્દીઓ સાજા થઈ પાછા ફર્યા છે.આ સિવાય મુંબઈની વાત કરવામાં આવે તો આજે નવા 1544 દર્દીઓ નોધાયા હતા,જ્યારે 2438 દર્દીઓ કોરોનામુક્ત થઈ પાછા ફર્યા હતા.આમ મુંબઈના દર્દીઓનું રિકવરીનું પ્રમાણ 92 ટકા રહ્યું હતું.