લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 66,191 કેસ સામે 832 દર્દીઓના મોત થયા

મહારાષ્ટ્રમાં કોરોના મહામારી દિવસે ને દિવસે વધી રહી છે.ત્યારે મૃતકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે તેને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકારે કડક લોકડાઉન અમલમાં મૂક્યું છે તેમછતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતો નથી.આમ મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 66,191 કેસ નોંધાયા હતા તેની સામે 832 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.આમ રાજ્યના મુંબઈ ઉપરાંત થાણે,નાગપુર,અહમદનગર, ઔરંગાબાદ,બુલઢાણા,નાશિક,પુણે,જાલના,કોલ્હાપુર,સાંગલી સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસો વધુ છે.