મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના વધતા કેસ વચ્ચે ઉદ્ધવ સરકારે મોટો નિર્ણય કર્યો છે.જેમાં પુણેમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.આ સમય દરમિયાન આવશ્યક સેવા સિવાયની તમામ પ્રકારની આવન-જાવન પર પ્રતિબંધ રહેશે તેમજ પુણેમાં 28 ફેબ્રુઆરી સુધી શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આમ આ બધા વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે સાંજે સાત વાગ્યે રાજ્યના લોકોને સંબોધિત કરશે.જેની સાથે જ મહારાષ્ટ્રમાં ફરીવખત લોકડાઉનની અટકળો તેજ બની છે.જે રીતે મહારાષ્ટ્રમાં ફરીથી કોરોના કેસનો ફેલાવો વધી રહ્યો છે તે જોતા આજે મુખ્યમંત્રી મહારાષ્ટ્રમાં પ્રતિબંધોની જાહેરાત કરશે તે શક્યતા લગભગ પાક્કી છે.
આમ મહારાષ્ટ્રમાં શનિવારે સતત બીજા દિવસે કોરોનાના 6000 કરતા વધારે નવા કેસ નોંધાયા છે. ત્યારે કોરોનાના કારણે મોતની સંખ્યામાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે.જેમાં ખાસ કરીને મુંબઇના અમરાવતી વિસ્તારમાં કોરોનાનો ફેલાવો વધી રહ્યો છે.જેમાં શનિવારે 6281 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 40 લોકોના મોત થયા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved