લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રના સતારા અને વાઇમાં કરાનું ભારે તોફાન થયું

છેલ્લા થોડા દિવસથી મહારાષ્ટ્રના હવામાનમા ફેરફાર થઇ રહ્યા છે.જેમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મધ્ય મહારાષ્ટ્ર,મરાઠાવાડા અને વિદર્ભમાં ભારે ગાજવીજ,પવન અને કમોસમી વરસાદ સાથે કરા પડવાની ઘટનાઓ બની રહી છે.ત્યારે આજે મહારાષ્ટ્રના સતારા,વાઇ,જાલના સહિતના સ્થળોએ વીજળીના પ્રચંડ કડાકાભડાકા,મેઘગર્જના તેમજ તીવ્ર પવન સાથે વરસાદ અને કરાનો તોફાની માહોલ સર્જાયો હતો.જેમાં ખાસ કરીને સતારા અને વાઇમાં આજે કરાનુ તોફાન થતાં રસ્તા પર તેમજ ખેતરોમાં કરાની લાંબી સફેદ ચાદર પથરાઇ ગઇ હતી.ત્યારે કરા પડવાથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઇ હતી.