લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મનાલીમાં એપ્રિલ મહિનામાં બરફ પડતાં 25 વર્ષનો રેકોર્ડ તુટ્યો

કોરોના સંક્રમણ વચ્ચે દેશના હવામાનમાં પણ બદલાવ થઈ રહ્યો છે.ત્યારે દેશના પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને બરફના કારણે વ્યાપક નુકસાન થયુ છે.ત્યારે મનાલીમાં છેલ્લા 25 વર્ષનો રેકોર્ડ તુટયો છે અને એપ્રિલ મહિનામાં બરફ પડ્યો છે.આમ આવુ છેલ્લે ઇ.સ.1996માં થયુ હતુ.આમ કુલ્લુ ખીણમા બરફવર્ષાના કારણે જનજીવન પર વ્યાપક અસર પડી છે તેમજ રોહતાંગને જોડતી અટલ ટનલ રોહતાંગ હાઈવે પર પડેલા ભારે બરફના કારણે વર્તમાન સમયમાં બંધ કરાઈ છે.આ સિવાય બીજીતરફ સફરજનની ખેતીને બદલાયેલા હવામાનના કારણે ભારે નુકસાન થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.જ્યારે ઉંચાઈવાળા વિસ્તારોમાં સફરજનની ખેતીને 50 થી 80 ટકા સુધીનું નુકસાન થશે.આમ સિમલામાં એક જુની બહુમાળી ઈમારત ધરાશયી થઈ છે.