લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / માર્ચમાં ગરમીનો પ્રકોપ યથાવત- દિલ્હીમાં 76 વર્ષનો રેકોર્ડ તૂટયો

કોરોનાના વધતાં કેસો વચ્ચે લોકો માટે ગરમીનો પ્રકોપ પડકારરૂપ બનવા લાગ્યો છે.જેમાં માર્ચ મહિનાથી જ ગરમીએ અગનવર્ષા વરસાવવાનું શરૂ કરી દીધું છે.ત્યારે દેશના પાટનગર દિલ્હી સહીત દેશના અનેક રાજયોમાં ગરમી રેકોર્ડ તોડવા લાગી છે.ત્યારે દિલ્હીમાં તો ગરમીએ 72 વર્ષનો રેકોર્ડ તોડયો છે.

આમ દિલ્હીમાં સરેરાશ કરતા 8 ડિગ્રી વધુ તાપમાન નોંધાતા હિટવેવની હાલત સર્જાઈ હતી.ઇ.સ 1945 પછી છેલ્લા 76 વર્ષમાં માર્ચ મહિનાનો આ સૌથી ગરમ દિવસ નોંધાયો હતો.જેમાં દિલ્હી સિવાય ગુજરાત અને રાજસ્થાનમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળે છે.રાજસ્થાનના ચૂરૂ અને ભરતપુરમા લૂ સાથે 43 ડીગ્રી તાપમાન હતું.જ્યારે ઓડીસાના મોટાભાગના વિસ્તારોમાં 40 ડીગ્રીથી વધુ તાપમાન હતું.ઉતપ્રદેશમાં પણ શરૂઆતથી 39 ડીગ્રી તાપમાન નોંધાતા 10 વર્ષનો રેકોર્ડ તૂટયો છે.આમ આ પહેલા ઇ.સ 1945ના માર્ચ મહિનામાં દિલ્હીમાં 40.5 ડીગ્રી તાપમાન નોંધાયું હતુ.