લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભાજપની વિજયયાત્રા દરમિયાન મેટ્રોમેન ઈ શ્રીધરન સભ્યપદ લઈ જોડાશે

દેશભરમાં મેટ્રો મેન તરીકે નામના મેળવી ચુકેલા ઈ.શ્રીધરન હવે રાજકીય કારકિર્દીમાં ડગ માંડવાની તૈયારી સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે જેમાં તેઓ પાર્ટીની વિજયયાત્રા દરમિયાન સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે.આમ કેરળમાં ભાજપના સ્ટેટ યુનિટ પ્રમુખ કે. સુરેન્દ્રનના નેતૃત્વમાં 21મી ફેબ્રુઆરીથી પાર્ટીની વિજયયાત્રા શરૂ થઈ રહી છે.આમ પદ્મશ્રી અને પદ્મવિભૂષણ એલટુવલપિલ શ્રીધરને ટ્રાન્સપોર્ટને એક નવો મુકામ આપ્યો છે અને મહત્વકાંક્ષી મેટ્રો રેલ પરિયોજનામાં પણ તેમનું મહત્વનું યોગદાન રહેલું છે.આમ 31 ડિસેમ્બરના 2011ના રોજ દિલ્હી મેટ્રોના પ્રમુખ તરીકે સેવાનિવૃત્તિ પામ્યા હતા.

આમ ભાજપે ઈ.શ્રીધરનને આગામી વિધાનસભા ચૂંટણી લડવા માટે અનુરોધ કર્યો છે.આમ દિલ્હી મેટ્રોને વિકાસની નવી ઉંચાઈએ લઈ જનારા શ્રીધરને કોલકાતા મેટ્રોની સંરચના પણ તૈયાર કરી હતી. આ સિવાય તેઓ કોંકણ રેલવેમાં પોતાના ઉત્કૃષ્ટ યોગદાન માટે પણ જાણીતા છે.ઇ.સ 2005માં ફ્રાન્સ સરકારે તેમને Chavalier de la Legion d’honneurથી સન્માનિત કર્યા હતા અને ટાઈમ મેગેઝીન પણ તેમને એશિયાના હીરો તરીકેનું સન્માન આપ્યું છે.