લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / મેક્સિકો સિટીમાં મેટ્રો ટ્રેનનો પુલ તૂટતાં 23 લોકોનાં મોત,જ્યારે 70 લોકો ઘાયલ થયા

મેક્સિકોની રાજધાની મેક્સિકો શહેરમાં મેટ્રો ટ્રેન પુલ પરથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક પુલ તૂટી પડતાં 23 લોકોનાં મોત થયા છે.આમ ઓવરપાસ બ્રીજ તૂટી પડવાથી ટ્રેનના કોચ હવામાં લટકી ગયાં હતાં.જે દુર્ઘટનામાં 70 લોકો ઘાયલ થયા છે.જેમાંના કેટલાકની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી છે.આમ વર્તમાન સમયમાં ઘટનાસ્થળે કાટમાળ હટાવવાનું કાર્ય ચાલી રહ્યું છે.આ સિવાય આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.જે બ્રીજ રસ્તાથી 16 ફૂટની ઉંચાઇ પર હતો.