લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મિનરલ વોટર માટે બી.આઈ.એસ પ્રમાણપત્ર ફરજીયાત કરાયું

ભારતીય ખાદ્ય સુરક્ષા તેમજ માનક ઓથોરીટીએ મિનરલ વોટર નિર્માતાઓ માટે લાયસન્સ મેળવવા કે રજીસ્ટ્રેશન માટે ભારતીય માનક બ્યુરો બી.આઈ.એસનું પ્રમાણપત્ર ફરજીયાત કર્યુ છે.જે દરેક રાજયો અને સંઘશાસીત પ્રદેશોનાં ખાદ્ય આયુકતોને મોકલવામાં આવેલ પત્રમાં એફ.એસ.એસ.એ.આઈએ આ નિર્દેશ કર્યો છે.જે નિર્દેશ આગામી 1 એપ્રિલ 2021થી લાગુ થશે.જેમાં એફ.એસ.એસ.આઈ.એ જણાવ્યું હતું કે ખાદ્ય સુરક્ષા તેમજ માનક અધિનિયમ 2008 અંતર્ગત દરેક કારોબાર સંચાલકો માટે કોઈ ખાદ્ય કારોબારને શરૂ કરતા પહેલા લાયસન્સ કે રજીસ્ટ્રેશન હાંસલ કરવુ અનિવાર્ય રહેશે.આમ નિયામકે જણાવ્યું હતું કે ખાદ્યસુરક્ષા અને માનક પ્રતિબંધ તેમજ વેચાણ પર અંકુશ નિયમન 2011 અંતર્ગત કોઈપણ વ્યકિત બી.આઈ.એસ પ્રમાણનાં ચિન્હ બાદ જ પેકેટમાં બંધ પીવાલાયક પાણી કે મિનરલ વોટરનું વેચાણ કરી શકશે.