લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / મિક્સ માર્શલ આર્ટસ રમતના ખેલાડીએ સૌથી વધુ કમાણી કરી

સામાન્ય રીતે રમત જગતમાં ક્રિકેટરો,ફૂટબોલ ખેલાડીઓ,ટેનિસ સ્ટાર અને ગોલ્ફના ખેલાડીઓ કમાણી કરવામાં આગળ રહેતા હોય છે.પરંતુ વર્ષ 2020માં સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની ફોર્બ્સ મેગેઝિનના લિસ્ટમાં મિક્સ્ડ માર્શલ આર્ટસ ફાઈટર કોનોર મેકગ્રેગર તમામ રમતોના ખેલાડીઓને પાછળ રાખીને ટોપ પર રહ્યો છે.

આમ મેકગ્રેગર ફાઈટર છે અને મિક્સ માર્શલ આર્ટસની રમતમાં રિંગમાં પ્લેયરો વચ્ચે લોહીયાળ જંગ જામતો હોય છે.ત્યારે આ રમતમાં મેકગ્રેગર ટોપ પર છે.ત્યારે કમાણી કરવામાં પણ તેણે બીજી રમતના ખેલાડીઓને પાછળ રાખી દીધા છે.આમ વર્ષ 2020ના વર્ષમાં મેકગ્રેગરે 1324 કરોડ રૂપિયાની કમાણી કરીને પ્રથમ સ્થાન મેળવ્યુ છે.આમ ગયા વર્ષે આયરલેન્ડના ખેલાડીએ એક જ મુકાબલામાં ભાગ લીધો હતો.જેમાં જીતવા બદલ 162 કરોડ રૂપિયા જેટલી રકમ મળી હતી.આ સિવાય મેદાન બહારની કમાણી 1162 કરોડ રૂપિયા રહી છે.મેકગ્રેગર ટેનિસ પ્લેયર ફેડરર અને ગોલ્ફર ટાઈગર વૂડસ પછીનો ત્રીજો ખેલાડી છે.જેણે એક વર્ષમાં 515 કરોડ રૂપિયાથી વધુ કમાણી મેદાન બહારથી કરી છે.