ડિઝિટલ ટ્રાન્ઝેક્સનની સુવિધા આપનારી કંપની MobiKwikની મુશ્કેલી વધી રહી છે,કંપની પર આરોપ છે કે તેણે 11 કરોડ યુઝર્સનો ડેટા લીક કર્યો છે,હવે આ સમાચારનાં પગલે રિઝર્વ બેન્કએ આ કેસ અંગે તાત્કાલિક તપાસનો હુકમ આપ્યો છે,તે સાથે જ RBIએ ચેતવણી આપી છે કે જો કંપનીમાં કોઇ ખામીઓ જોવા મળી તો તેણે દંડ ભોગવવો પડશે.
યુઝર્સે કરી હતી ફરિયાદ
કંપની પર આરોપનાં પગલે ઘણા યુઝર્સે ફરિયાદ કરી હતી,પરંતું તે આ બાબતનો ઇન્કાર કરી રહી છે,RBI પણ કંપનીનાં જવાબથી ખુશ નથી,અને તેને આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવાનું કહ્યું છે.
બહારના ઓડિટર નિમણૂંક કરવાનો આદેશ
મિડિયા રિપોર્ટ પ્રમાણે RBI એ MobiKwikને ફોરેન્સિક ઓડિટ કરાવવા માટે બહારનાં ઓડિટરની નિમણુક કરવાનો હુકમ આપ્યો છે,આ કેસમાં જો નિયમોનું ઉલ્લંઘન સાબિત થાય છે તો દંડ પણ લગાવવામાં આવી શકે,જોકે હાલ તુરંત તો RBIએ કોઇપણ પ્રકારની ટીપ્પણી કરી નથી,RBI પાસે આવા કેસમાં કંપનીને લઘુત્તમ 500,000 રૂપિયા ($ 6,811)નો દંડ કરવાનો પાવર પણ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે MobiKwik દેશભરમાં 12 કરોડની સાથે Paytm અને Google જેવી પેમેન્ટ સર્વિસ આપતી કંપનીઓને ટક્કર આપે છે,દેશમાં ડેટાનું લીક થવું હવે સામાન્ય બાબત બની ગઇ છે,ગત બુધવારે નવી દિલ્હી સ્થિત ડિઝિટલ રાઇટ્સ ગૃપ ઇન્ટરનેટ ફ્રિડમ ફાઉન્ડેશન (IFF)એ દેશની સાઇબર સુરક્ષા એજન્સીઓની કથિત ઉલ્લંઘનની તપાસ કરવાનું કહ્યું છે.
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved