લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / મોબાઇલ ફોન અને ચાર્જર સહિતના ઉપકરણો પર આયાત ડયુટીમાં વધારો

સરકારે મોબાઇલ ફોન અને ચાર્જર સહિતના ઉપકરણો પરની આયાત ડયુટી વધારવાની જાહેરાત કરી હતી.જેમાં ઘરેલુ કંપનીઓના ઉત્પાદનને વેગ મળે તેવા હેતુથી આયાત ડયુટી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં સિતારમને જણાવ્યું હતું કે ઘરેલુ વસ્તુઓેને વેગ આપવા માટે મોબાઇલ અને ચાર્જરના ઉપકરણોની આયાત ડયુટીમાં વધારો કરવામાં આવ્યો છે.મોબાઇલના કેટલાક પાર્ટસ પરની આયાત ડયુટી શૂન્યથી વધારી 2.5 ટકા કરવામાં આવી છે તેમજ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલી(પીસીબીએ)ઉપર પણ 2.5 ટકાની આયાત ડયુટી નાખવામાં આવી છે.આમ કાર્બન બ્લેક પરની આયાત ડયુટી 5 ટકાથી વધારીને 7.5 ટકા કરવામાં આવી છે.

આ સિવાય રેફ્રિજરેટરના ક્રોમ્પેસરની આયાત ડયુટી પણ 10 ટકાથી વધારી 15 ટકા કરવામાં આવી છે. ચાર્જર કે એડેપ્ટરની પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલીની આયાત ડયુટી પણ 10 ટકાથી વધારી 15 ટકા કરવામાં આવી ત્યારબાદ ઇલેક્ટ્રીક મોટરની પણ આયાત ડયુટી 10 ટકાથી વધારી 15 ટકા કરવામાં આવી છે.આમ ઓટોમેટિક રેગ્યુલેટર્સની પણ આયાત ડયુટી 10 ટકાથી વધારી 15 ટકા કરવામાં આવી છે.