લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / મોન્ટેકાર્લો સિરીઝમાં રફેલ નડાલને હરાવી રશિયાના એન્ડ્રી રુબ્લેવે અપસેટ સર્જ્યો

મોન્ટેકાર્લો સિરીઝમાં રશિયાના એન્ડ્રી રુબ્લેવ સામે 6-2,4-6,6-2થી હારવાના પગલે ટેનિસ ખેલાડી રાફેલ નડાલે જણાવ્યું હતું કે તેણે ટાઇટલ વિજય સાથે ક્લે કોર્ટ સીઝનનો પ્રારંભ કરવાની તક ગુમાવી દીધી છે.આમ ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં સિત્સિપાસ સામે હારી ગયા પછી પ્રથમ ટુર્નામેન્ટ રમી રહેલા 20 વખતના ગ્રાન્ડસ્લેમ વિજેતા રાફેલ નડાલે 11 વખત જીતેલી ટુર્નામેન્ટમા છઠ્ઠો પરાજય મેળવ્યો હતો.જ્યારે રુબ્લેવે જણાવ્યું હતું કે નડાલ સામે આ મારી કારકિર્દીનો પ્રથમ વિજય છે.નડાલે 7 ડબલ ફોલ્ટ કર્યા હતા અને તેની સર્વિસ 7 વખત બ્રેક થઈ હતી.આમ રુબ્લેવ હવે કાસ્પર રુડ સામે ટકરાશે.