લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ-ગૃહમંત્રીના હસ્તે થશે- કાલથી બન્ને ટીમનું અમદાવાદ આગમન થશે

વિશ્વના સૌથી મોટા અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે એક ડે-નાઈટ અને એક ડે ટેસ્ટમેચ ઉપરાંત 5 ટી-20 મેચની શ્રેણી રમાવાની છે.ત્યારે બીજીબાજુ આગામી 23 ફેબ્રુઆરીએ સ્ટેડિયમનું ઉદ્ઘાટન થનાર હોવાથી ગુજરાત ક્રિકેટ એસાસિએશન દ્વારા તેની તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.આમ આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવનાર છે.ત્યારે આવતીકાલથી બન્ને ક્રિકેટ ટીમો અમદાવાદ આવી પહોંચવાની હોવાથી સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આમ 24 ફેબ્રુઆરીએ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાશે તેના આગલા દિવસે એટલે કે 23 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવશે.આ ઉપરાંત કાલથી આવી પહોંચનારી ક્રિકેટ ટીમો 30 દિવસ સુધી અમદાવાદમાં રોકાવાની હોવાથી રાષ્ટ્રપતિ-ગૃહમંત્રીની સુરક્ષાની સાથે સાથે પોલીસે ક્રિકેટરોને પણ એક મહિના સુધી સુરક્ષા આપવાની રહેશે.આમ બન્ને ક્રિકેટ ટીમોને મોટેરા સ્ટેડિયમ અને આશ્રમ રોડ ઉપર આવેલી હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો હોવાથી હોટેલ પર સજ્જડ સુરક્ષા-બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
આમ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે 24 થી લઈ 20 માર્ચ સુધી બે ટેસ્ટ અને 5 ટી-20 મેચ રમાશે. આમ ગુજરાતના ઈતિહાસમાં એવું પહેલી વખત બનશે જ્યારે કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમ એક મહિના સુધી એક જ શહેરમાં રોકાશે.ત્યારે વર્તમાન સમયમાં કોરોનાનું જોખમ હોવાથી પોલીસ સામે સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું ચુસ્ત પાલન કરાવવાનો પડકાર રહેશે.મોટેરામાં રમાનાર ડે-નાઈટ ટેસ્ટ મેચમાં 55 હજાર જેટલા ક્રિકેટરસિકોને આવવાની પરવાનગી આપવામાં આવી હોવાથી ટૂંક સમયમાં ટિકિટોનું વેચાણ થઈ ગયાનું જાણવા મળી રહ્યું છે.