લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી કોરોના પહોચતા એક પર્વતારોહી સંક્રમિત થયા

માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરી રહેલો નોર્વેનો એક પર્વતારોહી સંક્રમિત થયો છે.જેનાથી નેપાળની ચિંતા વધી ગઈ છે.આમ આ વર્ષે નેપાળે મોટી સંખ્યામાં પર્વતારોહીઓને આકર્ષવા માટે ક્વોરેન્ટાઈનના નિયમોમાં છુટછાટ આપી છે.જેના પગલે કેટલાક પર્વતારોહીઓ એવરેસ્ટ સર કરવા નેપાળ પહોંચી રહ્યા છે.ત્યારે નોર્વેના એક પર્વતારોહી અર્લેન્ડ નેસે એવરેસ્ટના બેઝ કેમ્પ પર હતા.ત્યારે તેમનામાં કોરોના સંક્રમણના લક્ષણો દેખાવા માંડ્યા હતા.તે પછી તેમને હેલિકોપ્ટર થકી ત્યાંથી એરલિફ્ટ કરીને કાઠમાંડુની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં નેસની ટુકડીના અન્ય એક શેરપાને પણ કોરોના થયો છે.