લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઇ એરપોર્ટ હવે અદાણી ગ્રુપનાં હાથમાં,આ ગ્રુપ દેશનું સૌથી મોટું એરપોર્ટ ઓપરેટર બની રહ્યું છે

દેશનાં અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડનાં હાથમાં મેંગલુરૂ,લખનઉ,અમદાવાદ બાદ હવે મુંબઇ એરપોર્ટ પણ આવી ગયું છે.આમ કંપનીએ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડમાં 23.5 ટકા હિસ્સેદારી ખરીદી લીધી છે.

આમ AAHLએ અદાણી એન્ટરપ્રાઇઝની સંપૂર્ણ માલિકીની કંપની છે.GVK એરપોર્ટ ડેવલપર્સ લિમિટેડ સાથેનો સોદો પુરો થયા બાદ MIALમાં અદાણી જૂથની ભાગીદારી 74% થઇ જશે. MIALનો બાકીનો 26 ટકા હિસ્સો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે છે.MIALની સ્થાપના 2 માર્ચ 2006ના રોજ થઈ હતી.આ કંપની છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિકાસ, બાંધકામ અને સંચાલનનો બિઝનેશ કરે છે.

આમ ગયા વર્ષના અંતમાં અદાણી ગ્રૂપે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસેથી મેંગલુરૂ,લખનઉ અને અમદાવાદ એરપોર્ટ મેળવ્યા હતા.જ્યારે આ વર્ષે જુલાઈ સુધીમાં જયપુર,ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટ પણ પ્રાપ્ત કરશે.આ અદાણી જૂથ આ 6 એરપોર્ટનો વિકાસ,વહીવટ અને સંચાલન આગામી 50 વર્ષ સુધી કરશે.અદાણી ગ્રુપ એરપોર્ટ સંખ્યાનાં સંદર્ભમાં દેશનું સૌથી મોટું એરપોર્ટ ઓપરેટર બનવા જઈ રહ્યું છે.