લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઈમાં જરૂરી ચીજવસ્તુઓની હોમ ડિલીવરીને 24 કલાક છૂટ આપવામાં આવી

વધતા જતા કોરોના સંક્રમણના કારણે બજાર બંધ કરવા સામે વેપારીઓ,દુકાનદારો અને રેસ્ટોરન્ટ માલિકોએ વિરોધ કરતાં બી.એમ.સીએ મુંબઈમાં જરૂરી સામાન અને ખાદ્ય પદાર્થોને સપ્તાહના સાતેય દિવસ 24 કલાક હોમ ડીલીવરી કરવાને મંજુરી આપી છે.જેમાં ઝોમેટો અને સ્વિગી જેવી ઓનલાઈન સર્વીસ પણ 24 કલાક હોમ ડિલીવરી આપી શકશે.આમ આ અંગેનો બી.એમ.સી કમિશ્નરે આદેશ જાહેર કર્યો હતો. બી.એમ.સીએ બોર્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનાર વિદ્યાર્થીઓને લોકડાઉન દરમ્યાન માન્ય પાસથી આવવા-જવાની અનુમતી આપી છે તેમજ તેમની સાથે પરિવારજનોને પણ જવાની છૂટ આપવામાં આવી છે.