લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઈથી 9 લાખ મજૂરોની એપ્રિલ માસમાં હિજરત થઈ હતી

કોરોના વાયરસના ફેલાવાને પગલે ફરી એકવાર શહેરમાથી મજૂરોનું મોટાપ્રમાણમાં પલાયન થતું જોવા મળી રહ્યું છે.ત્યારે એપ્રિલના 12 દિવસમાં મહારાષ્ટ્રમાંથી 9 લાખ મજૂરોએ હિજરત કરી વતનની વાટ પકડી હતી.આમ 12 એપ્રિલ દરમ્યાન વેસ્ટર્ન રેલવેની 196 ટ્રેનોમાં 4.32 લાખ લોકોએ પ્રવાસ કર્યો હતો જેમાથી 150 ટ્રેન ઉત્તરપ્રદેશ અને બિહારમાં ગઈ હતી જેમાં 3.23 લાખ લોકો ફરી પોતાના રાજ્યમાં ગયા છે.આ દરમ્યાન મધ્યરેલવે તરફથી દોડાવાયેલી 336 ટ્રેનમાં 4.70 લાખ પ્રવાસી મહારાષ્ટ્રથી પોતાના રાજ્યમાં ગયા છે.આમ આ ટ્રેનો ઉત્તરપ્રદેશ,બિહાર,આસામ,પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા જેવા રાજ્યોની હતી.