લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઇ નિયંત્રણ હેઠળ આવ્યું- કોરોનાના વધતા કેસને ડામવા આકરી કાર્યવાહી કરાઇ

દેશમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસો વચ્ચે મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઇમાં પોઝીટીવ કેસોની સંખ્યા વધતા રાજય સરકાર તથા મહાપાલીકાએ પ્રતિબંધાત્મક આદેશોનો કડક અમલ કરવા સુચના આપી છે.જેના કારણે મહાનગરમાં માસ્ક પહેરવામાં ઢીલાશ વર્તવામાં આવે તેની સામે મહાનગરમાં આજથી ઝુંબેશ ચલાવવામાં આવશે અને માસ્ક વગર ફરતા લોકોને આકરા દંડની જોગવાઇ ફરી લાગુ થશે.આ ઉપરાંત મહાનગરમાં ફરી એકવખત જીમખાના તથા અન્ય કલબોમાં જે છુટછાટ અપાઇ હતી તે અને જાહેર અને ખાનગી સમારોહમાં કોરોના ગાઇડલાઇનનું પાલન થતુ ન હતુ તેના પર કડક પાલન કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે.આમ ફંકશન હોલમાં 50 થી વધુ લોકોને હાજરીની છુટ નથી આ સિવાય રેસ્ટોરામાં ક્ષમતાના 50 ટકા લોકો કોઇપણ સમયે હાજર હશે તે જોવાની કામગીરી રેસ્ટોરા માલીકની હશે.બાર,પબ્લીક,જાહેર બગીચાઓ,નાઇટ કલબ અને સીનેમા હોલમાં વધુપડતા લોકો એકત્ર ન થાય તે જોવા માટેના આદેશ અપાયા છે.જેમાં નિયમ ભંગ કરનાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.રાજય સરકારે માસ્ક ન પહેરતા લોકો સામેનો દંડ વસુલવા 4800 માર્શલને માર્ગ ઉપર ઉતારવાનો નીર્ણય લીધો છે.

આ ઉપરાંત મુંબઇમાં પરાની ટ્રેનો ફરી દોડતી થઇ છે ત્યારે દરેક કોચમાં ભરચક મુસાફરો હોવાનું જાહેર થતા દરેક ટ્રેનમાં માર્શલની ટીમ હશે.જે ટોચની ક્ષમતા જેટલા મુસાફરોને પ્રવેશ આપશે અને રેલ્વેને પણ તેના પાસ ધરાવતા મુસાફરો ઉપરાંત ઓવર ક્રાઉડ ન થાય એ રીતે ટીકીટ વહેચવાની સુચના આપી છે.આમ વિદેશથી આવતા મુસાફરોને 7 દીવસનો સરકારી કવોરન્ટાઇન પીરીયડ ફરજીયાત બનાવાયો છે.જાહેર સ્થળો ઉપર મહાનગરપાલીકાએ વોર્ડન ગોઠવવાની કામગીરી શરૂ કરી દીધી છે.જે બગીચાઓ તથા અન્ય સ્થળોએ પણ લોકોને એકત્ર થવા દેશે નહી.