કોરોનાથી લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે ગત આર્થિક વર્ષમાં મુંબઈના વાહનોના રજીસ્ટ્રેશનમાં 30 ટકા જેટલો ઘટાડો થયો છે.જ્યારે રાજ્યમાં વાહનોના રજીસ્ટ્રેશનમાં 29 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.આમ લોકડાઉનથી વાહન ઉદ્યોગને ફટકો પડયો છે.આમ ગયા વર્ષે એપ્રિલ થી જૂન દરમ્યાન મુંબઈનો સંપૂર્ણ કારભાર ઠપ્પ હતો.જેનો ફટકો વાહન ઉદ્યોગને પડયો છે.જેના કારણે મુંબઈની ત્રણ આર.ટી.ઓ કચેરીમાં વાહનોની નોંધણી 30.4 ટકા ઘટી છે.મુંબઈમાં એપ્રિલ 2019 થી માર્ચ 2020 દરમ્યાન 1.81 લાખ વાહનોનું રજીસ્ટ્રેશન થયું હતું.જેને બદલે એપ્રિલ 2020 થી માર્ચ 2021 દરમ્યાન મુંબઈમાં 1.26 લાખ જેટલાં વાહનોની નોંધણી થઈ છે.
આમ ગયા વર્ષે મે મહિનામાં મુંબઈમાં 78 વાહનોનું રજીસ્ટ્રેશન થયું હતું,જ્યારે મે,2019માં 16,000 વધુ વાહનો આર.ટી.ઓમાં નોંધાયા હતાં.આ દરમ્યાન ડિસેમ્બર,2020માં મુંબઈમાં 14,482 વાહનોના રજીસ્ટ્રેશન થયાં.જે ડિસેમ્બર 2019 કરતાં વધુ હતાં.આમ ડિસેમ્બર 2019માં મુંબઈમાં 12,752 વાહનોની જ નોંધણી થઈ હતી.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved