લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઈમાં વિદેશથી આવતા મુસાફરો માટે 7 દિવસનું હોટલ કોરન્ટાઈન ફરજીયાત કરાયું

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસના કારણે વિદેશથી મુંબઈ આવતા લોકો માટે 7 દિવસનું હોટેલ કોરન્ટાઈન ફરજીયાત કરવામાં આવ્યું છે.જેમાં નવી ગાઈડલાઇન મુજબ ઈંગ્લેન્ડ,યુરોપ,મધ્યપુર્વના દેશો,દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલથી આવતા મુસાફરોને આ નિયમો લાગુ થશે.આમ આ પ્રકારના યાત્રીઓ કોરન્ટાઈનના નિયમોનું પાલન કરે તે માટે રાજય સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.તેમજ આ માટે ફલાઈંગ સ્કવોડ માન્ય હોટેલોમાં સતત ફરતી રહેશે.આમ વિદેશથી મુસાફરો આવશે તેઓ કઈ હોટેલમાં કોરન્ટાઈન થયા છે તે માહિતી ઓનલાઈન કરાશે અને 24 વોર્ડની ફલાઈંગ સ્કવોડ તેમાં ખાસ નજર રાખશે.