લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઈ આવતી ફલાઈટને સુરત ખાતે ડાઈવર્ટ કરવામાં આવી

તાઉતે વાવાઝોડાના કારણે મુંબઈ એરપોર્ટ સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી એટલે કે ત્રણ કલાક માટે બંધ રહેશે.આમ તાઉતે વાવાઝોડુ 11-30 કલાકે મુંબઈમાંથી પસાર થશે.આ વાવાઝોડાના આગમન પહેલા મહારાષ્ટ્રમાં વરસાદ શરૂ થયો છે.આમ વાવાઝોડાના આગમનથી દરીયામાં હાઈટાઈડ રહેશે એટલે કે 3 મીટર જેટલા મોજા ઉછળશે.ત્યારે વાવાઝોડાને કારણે બાંદ્રા સી-લીંક પણ બંધ કરી દેવામાં આવી છે અને મુંબઈમાં એનડીઆરએફની 11 ટીમોને તૈનાત કરવામાં આવી છે.ત્યારે મુંબઈ ખાતે આવતી તમામ ફલાઈટને સુરત ખાતે ડાઈવર્ટ કરાઈ છે.