લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઈના મલાડમાં એમ.એમ.આર.ડીએ દ્વારા 2200 બેડનું કોવિડ સેન્ટર બનાવાશે

મુંબઈ મેટ્રોપોલીટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મલાડમાં 2200 બેડવાળું કોરોના ઉપચાર કેન્દ્ર બનાવવામા આવશે.જે આગામી 7 મેથી શરૂ થશે.જે કેન્દ્ર માટે પાલિકાને 65 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.આમ મલાડના 2200 બેડવાળા કોવિડ કેર સેન્ટરમાં 1400 ઓક્સિજન બેડ બનશે. જેમાંથી 600 બેડ સામાન્ય દર્દીઓ માટે વપરાશે જેમાં 200 આઇ.સી.યુ બેડ હશે.આ સિવાય ૧૮ ડાયાલીસિસ યુનિટ,પેથોલોજી લેબ,સિટી સ્કેન, કોવિડ ટેસ્ટ મશીન વગેરે અદ્યતન ઉપકરણો ઉપલબ્ધ કરાશે.