લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઈ પોલીસ દ્વારા વાહનોને કલરકોડયુક્ત સ્ટીકર આપવામાં આવશે

મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.ત્યારે સરકાર બ્રેક ધ ચેન અંતર્ગત 15 દિવસનું નિયંત્રણ જાહેર કર્યું છે.તેમછતાં લોકો કારણ વગર મોટી સંખ્યામાં સતત વાહન લઈ બહાર નિકળી રહ્યા છે.ત્યારે આવા લોકોને રોકવા તેમજ રસ્તા પર ફરતા વાહનો પર નિયંત્રણ લાવવા મુંબઈ પોલીસે નવી યુક્તિ અજમાવી છે.જે મુજબ મુંબઈના રોડ પર ફરતા અત્યાવશ્યક સેવાના વાહનો માટે ત્રણ પ્રકારના કલરકોડ આપવામાં આવ્યા છે.

જેમાં અત્યાવશ્યક સેવાના વાહનોને પીળા રંગનો કોડ,મેડિકલ સેવા તેમજ મેડિકલ ઉપકરણ તેમજ અન્ય સેવા પુરી પાડતા વાહનોને લાલ કલરનો કોડ,શાકભાજી અનાજ- કઠોળના વાહનોને લીલા કલરનો કોડ આપવામાં આવ્યો છે.

આમ આ બાબતે મુંબઈના પોલીસ કમિશનર હેમંત નાગરાળેએ વધુમાં જણાવ્યું હતું કે લોકો સ્વયં તેમની કેટેગરી અનુસાર ૬ ઈંચના રાઉન્ડ શેપના સ્ટીકર તેમના વાહનના ફ્રન્ટ તેમજ બેક સ્ક્રીન પર લગાવી શકે છે.આ સિવાય વિવિધ ટોલનાકા,ચેકપોસ્ટ પર પોલીસ સ્વયં લોકોને તેમની કેટેગરી મુજબ સ્ટીકર પુરા પાડશે.આમ તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ આ સ્ટીકરનો દુરુપયોગ કરશે તો તેમની સામે છેતરપિંડી સહિતની વિવિધ કલમ હેઠળની કાર્યવાહી કરવામાં આવશે.