Error: Server configuration issue
બી.એમ.સીની નવી ગાઈડલાઈન્સ જાહેર: મુંબઈમા ખાનગી હોસ્પિટલોના 80 ટકા બેડ કોરોના દર્દીઓ માટે અનામત કરાયા
કોરોના દર્દીઓની વધતી સંખ્યાને લઈને બી.એમ.સીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.જેનાથી હોસ્પિટલોમાં બેડની ઘટ ન પડે અને આ સાથે ખાનગી અને બધા આઈ.સી.યુ બેડ કોરોના દર્દીઓ માટે રીઝર્વ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.જેમાં બી.એમ.સી કમિશ્નર આઈ.એસ.ચહલે નવી ગાઈડલાઈન્સ જાહેર કરતા જણાવ્યુ હતું કે સરકારે અને બી.એમ.સીએ હોસ્પિટલોની સાથે-સાથે ખાનગી હોસ્પિટલો અને નર્સીંગ હોમને પણ સંપૂર્ણ રીતે તૈયાર રહેવાનો નિર્દેશ કર્યો છે.આ સાથે ચહલે દરેક હોસ્પિટલોને તેમની ઓકસીજન સપ્લાય અને વેન્ટીલેટર ચેક કરવાનું પણ જણાવ્યું છે સાથે-સાથે પી.પી.ઈ કિટસ,માસ્ક અને વી.ટી.એમ કિટસ પણ મોટી સંખ્યામાં જમા કરવાનું કહ્યું છે.જેથી જરૂર પડયે તેની ઘટ ન રહે.આમ દરેક હોસ્પિટલો સાથેના સમન્વય માટે બી.એમ.સીના નોડલ ઓફીસર 24 કલાક ઉપલબ્ધ રહેશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved