લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઇ રેલ્વે સ્ટેશન પર લોકડાઉનની આશંકાથી હજારોની સંખ્યામાં મજૂરો એકત્ર થયા

દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે.ત્યારે નવા કેસ સામે આવ્યા બાદ એક્ટિવ કેસની સંખ્યા 12 લાખને પાર થઇ ગઈ છે,જે પોઝિટીવ કેસના 9.24 ટકા થાય છે.આમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્ર્યાલય અનુસાર મહારાષ્ટ્ર,ઉત્તરપ્રદેશ,દિલ્હી,છત્તીસગઢ,કર્ણાટક,કેરલ, તામિલનાડુ,મધ્યપ્રદેશ,ગુજરાત અને રાજસ્થાનમાં કોરોનાના સૌથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે.આમ નવા નોંધાયેલા કેસોમાંથી 83.02 ટકા કેસ માત્ર આ 10 રાજ્યોમાથી આવ્યાં છે.

જ્યારે બીજીતરફ મુંબઇમાં પ્રવાસી મજૂરોની ભીડ ઉમટી રહી છે.જેમાં મુંબઇના સી.એસ.ટી સ્ટેશન પર પ્રવાસીઓ,મજૂરો પોતાના વતન પરત ફરવા માટે મોટી સંખ્યામાં ભેગા થઇ રહ્યાં છે.આમ કોરોનાના કારણે દેશમાં કથળી રહેલી સ્થિતિ અને લોકડાઉનની આશંકાઓ વચ્ચે મજૂરો મહારાષ્ટ્રથી યુપી તેમજ બિહાર સ્થિત પોતાના વતન પરત ફરી રહ્યાં છે.આમ રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં મજૂરો એકત્ર થતા કોરોનાનું સંક્રમણ ફેલાવાનું ભય પણ વધ્યું છે.