લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઇનું વિખ્યાત સિધ્ધીવિનાયક મંદિર આજથી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયુ

મહારાષ્ટ્રમાં સતત વધતા જતા કોરોના સંક્રમણના કારણે હવે વિખ્યાત મંદિરો બંધ થવા લાગ્યા છે.ત્યારે શિરડીનું સાંઇબાબા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ થઇ ગયુ હતુ અને પુજા-અર્ચના ચાલુ રહેશે તેવી જાહેરાત થઇ છે.ત્યારે મુંબઇનું વિખ્યાત સિધ્ધીવિનાયક મંદિર પણ આજથી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યુ છે.આમ આ બંને મંદિરોમાં રોજ મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે.તેવા સમયે રાજયમાં નાઇટ કફર્યુ સહીતના આકરા લોકડાઉનનો અમલ છે તે સમયે બંને મંદિરો બંધ કરવા નિર્ણય લેવાયો છે.