લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઈના વસઈ-વિરારમાં ઈ-રીક્ષાઓ દોડશે

મુંબઈના વસઈમાં રિક્ષા વ્યવસાય મોટાપ્રમાણમાં ચાલે છે.જેમાં મહિલાઓ રીક્ષા ચલાવીને તેમના કુટુંબને આર્થિક ટેકો આપે છે.ત્યારે શહેરમાં ૪૪ રીક્ષા મહિલાઓ ચલાવે છે.આ રીક્ષાઓ મહિલાઓના સમૃદ્ધિ બચત ગ્રૂપ અને બહુજન વિકાસ આઘાડીએ મહિલાઓને આપી હતી.ત્યારે હવે ફરીથી શહેરમાં વીજળી ઉપર દોડતી ૫૦ રીક્ષા ઉપલબ્ધ કરાશે.આમ એકાકી જીવન વીતાવતી મહિલાઓ,વિધવાઓ અને આર્થિક તંગીમાં હોય તેવી મહિલાઓને રોજગાર મળે તેના માટે વર્ષ ૨૦૧૯મા ૪૪ મહિલાઓને રીક્ષા ભેટમાં અપાઈ હતી.ત્યારે હવે આ સંસ્થાઓ ઈલેક્ટ્રિક રીક્ષાઓ વસઈ-વિરારમાં પણ ૫૦ મહિલાઓને આપશે.

આમ આ ઈલેક્ટ્રિક રીક્ષાથી પ્રદૂષણ નહીં થાય તેમજ ૩ કલાકમાં બેટરી ચાર્જ કર્યા પછી અંદાજે ૧૩૦ કિ.મી જેટલું રીક્ષા દોડી શકશે.જેમાંથી રીક્ષા ચાલક મહિલાઓને એક હજાર રૂપિયાનો ફાયદો થશે.તેમજ રીક્ષાઓનો વિવિધ ખાદ્ય પદાર્થનો વ્યવસાય કરવા માટે ઉપયોગમા લઈ શકાશે.