લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ટી-20ની સિરિઝ યોજાશે,આગામી 9 માર્ચથી ઓફલાઇન બુકીંગ શરૂ કરાશે

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરિઝ પૂર્ણ થયા બાદ 5 ટી-20ની સિરિઝ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.ત્યારે સ્ટેડિયમમાં 1,32,000ની કેપિસિટીના 50 ટકા દર્શકો માટેની મંજૂરી આપવામાં આવી છે.ત્યારે અંદાજીત 60,000 લોકો સ્ટેડિયમમાં મેચ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.આ ટી-20 મેચની ટિકિટના દર 500 થી 10,000 સુધી રાખવામાં આવ્યા છે.તેમજ મેચની ટિકિટનું ઓનલાઇન બુકીંગ શરૂ થતાં મોટાભાગના લોકોએ ટિકિટ બુક કરી લીધી છે.જેના કારણે 500 અને 1000 રૂપિયાવાળી ટિકિટ ઓનલાઇન બુક થઈ ગઈ છે.આમ આગામી 9 માર્ચથી તમામ મેચની ટિકિટ ઓફલાઇન નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ટીકીટ કાઉન્ટર પર મળશે.