લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / નાસાના રોવરનું ‘મંગલાચરણ’ રાત્રે 12.45 વાગ્યે થશે,પ્રથમ 7 મિનિટ રોમાંચક બની રહેશે

નાસાનું પરસિવરેન્સ રોવર મંગલ ગ્રહ પર લેન્ડીંગ કરવા માટે તૈયાર છે.આમ ભારતીય સમય અનુસાર આજે રાત્રે 12.45 વાગ્યે તેની કોશીશ કરવામાં આવશે.જેને લાઈવ પણ જોડાઈ શકાશે. આમ અમેરિકાની સ્પેસ એજન્સી નાસાની 10 વર્ષની મહેનતની આજે સૌથી કઠીન પરીક્ષા થશે.મંગલ પર જીવનની ખોજ કરવા ગયેલા પરસિવેન્સ રોવર આજે રાત્રે 12.45 વાગ્યે લાલ ગ્રહ પર લેન્ડીંગ કરશે.આ રોવરને ગત વર્ષે ધરતી પર કોરોના મહામારી દરમિયાન જુલાઈ મહિનામાં લોન્ચ કરવામાં આવ્યું હતું.આ મિશન અત્યાર સુધીનું સૌથી એડવાન્સ્ડ રોબોટીક એકસ્પલોરર છે.આમ 29.25 કરોડ માઈલનું અંતર કાપીને મંગલ પર પહોંચનાર પરસિવેન્સ જીવનની ખોજ કરશે અને દુનિયાભરના લોકો આ ક્ષણના સાક્ષી બનશે.પરસિવેન્સ માટે પહેલી 7 મીનીટ મહત્વની બની રહેશે.આ રોવરમાં 23 કેમેરા લાગ્યા છે જે વિડીયો અને અવાજો રેકર્ડ કરશે.

આમ રોવરની સાથે બીજા ગ્રહ પર જનાર પ્રથમ હેલીકોપ્ટર ઈન્જેન્યુરી પણ છે.લેન્ડીંગ માટે રોવરને કમાન્ડ આપી દેવામાં આવ્યા છે.આ દરમિયાન આ ક્રાફટ 7 મીનીટમાં 12 હજાર માઈલ પ્રતિ કલાકની ઝડપમાંથી માઈલ પ્રતિકલાકની ઝડપે આવી જશે અને મંગલની સપાટી પર લેન્ડીંગ કરશે.આ સિવાય ક્રાફટમાં પેરાશૂટ અને રેટ્રોરોકેટ પણ લાગેલા છે.જે સ્પીડ ઘટાડવામાં મદદ કરશે.

નાસાની ટીમ માર્સ રિકન્નાઈસેન્સ ઓરબીટરની મદદથી તે ચેક કરશે કે પરસિવરેન્સની લેન્ડીંગ સુરક્ષિત રહી કે નહીં.આમ રોવર 2 વર્ષ સુધી જે ઝીરો ક્રેટરને એકસ્પ્લોર કરશે.આમ નાસાની પબ્લીક ટીવી ચેનલ, વેબસાઈટ એપ, યુ ટયુબ, ટવીટર, ફેસબુક, લિંકડઈન, ટવીચ, ડેલી મોશન કે થીટા ટીવી પર ભારતીય સમય અનુસાર રાત્રે 12.45 વાગ્યે કાઉન્ટ ડાઉન અને કોમેન્ટરીમાં સામેલ થઈ શકશે.