લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / નીરા ટંડન જો બાઈડનના વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુકત થયા

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા કેબિનેટમાં પસંદગી પામેલા ભારતીય મૂળના નીરા ટંડનની વ્હાઈટ હાઉસના વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્તિ કરી છે.આ અગાઉ તેઓને બાઈડને મેનેજમેન્ટ અને બજેટ કાર્યાલયના નેતૃત્વ માટે પસંદ કર્યા હતા.પરંતુ વિરોધના કારણે માર્ચમાં તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.આમ સેન્ટર ફોર અમેરિકન પ્રોગ્રેસના સંસ્થાપક જોન પોડેસ્ટાએ જણાવ્યું હતું કે નીરાની બુદ્ધિમત્તા,આકરી મહેનત અને રાજકીય દૃષ્ટિ બાઈડન પ્રશાસન માટે મહત્વની સાબિત થશે.