લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / નેપાળને 40 વર્ષ બાદ મળી ધરતીની કક્ષામા જગ્યા

ચાર દાયકા બાદ હિમાલયન દેશ નેપાળને તેમના જિયોસ્ટેશનરી ઓર્બિટલ સ્લોટ મળ્યા છે.જોકે નેપાળે ધરતીની ઉપર અંતરિક્ષમા પોતાના સેટેલાઇટ લોન્ચ કરવા માટે એક કક્ષા પણ નિર્ધારિત કરી છે.હવે નેપાળ પોતાના સેટેલાઇટ લોન્ચ કરી શકશે.તેને લઇને નેપાળ ટેલિકમ્યૂનિકેશન ઓથોરિટી પોતાનો સેટેલાઇટસ છોડવાની તૈયારી કરી રહ્યુ છે.પોતાના સેટેલાઇટ્સ છોડવાના કારણે નેપાળના કરોડો રૂપિયાની બચત થતાં એનટીએ નેપાળની સંચાર વ્યવસ્થા,બ્રોડકાસ્ટ અને એવિએશનને લઇને પહેલા સેટેલાઇટની તૈયારી કરવામા લાગી ગયુ છે.ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યૂનિયને નેપાળના વર્ષ 1984મા ઓર્બિટલ સ્લોટ લીધો હતો.પરંતુ ધરતીની ઉપરની કક્ષાઓમા વધુ ટ્રાફિકના કારણે તેને સેટેલાઇટ છોડવાની મંજુરી મળી રહી નહોતી.

હવે નેપાળમા કનેક્ટિવિટી વધી રહી છે.નવી ટેલીકમ્યુનિકેશન પોલિસી આવી રહી છે.તેના માટે નેપાળની સરકારને છેલ્લા વર્ષના સપ્ટેમ્બરમા આઈટીયુથી તેમના સ્લોટ લેવાની મંજૂરી માગી હતી.જે હવે તેમને મળી ગઇ છે.નેપાળ સરકારની સામે ભારત,ચીન,યૂકે,ફ્રાંસ,સિંગાપુર,યૂએઇ,જર્મનીએ પોતાના તરફથી મંજુરી આપી છે.આમ નેપાળના સેટેલાઇટ પ્રોજેક્ટ પર લગભગ 35 બિલિયન નેપાળી રૂપિયાનો ખર્ચ થશે એટલે કે ભારતીય રૂપિયાના હિસાબે 2190 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.