લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / નેપાળી પર્વતારોહકે બે વખત એવરેસ્ટ સર કરી વિક્રમ સર્જ્યો

નેપાળના 43 વર્ષીય પર્વત ગાઇડ મિંગમા તેન્જી શેરપાએ એક ઋતુમાં સૌથી ઓછા સમયમાં બે વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઇ કરીને વિશ્વ વિક્રમ સર્જ્યો છે.આમ પૂર્વ નેપાળના શંખુવાસભા જિલ્લાના રહેવાસી શેરપા પ્રથમ વખત 7મી મેના રોજ એવરેસ્ટના શિખરે પહોંચ્યો હતો અને ત્યારબાદ ફરી વખત 11 મેના રોજ માઉન્ટ એવરેસ્ટના શિખરે પહોંચીને વિશ્વવિક્રમ સર્જ્યો છે.આમ પર્વતારોહણનું આયોજન કરનાર સેવન સમિટ ટ્રેક્સના અધ્યક્ષ મિંગમા શેરપાએ આ માહિતી આપી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે મિંગમા તેન્જી શેરપા ચાર દિવસમાં બે વખત એવરેસ્ટના શિખરે પહોંચી ગયો છે.જે એક વિશ્વવિક્રમ છે.આ અગાઉ ભારતીય પર્વતારોહક અંશુ જામસેનપાએ વર્ષ 2017માં 118 કલાક 5 મિનિટમાં બે વખત એવરેસ્ટ સર કર્યુ હતું.