લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / નેપાળમાં પ્રધાનમંત્રી કે.પી.શર્મા ઓલીના વિરોધમાં વિશાળ રેલીમાં લોકોએ વી હેટ કેપી ઓલીના નારા લગાવ્યા હતા

નેપાળમાં કોમ્યુનિસ્ટ પાર્ટીની અંદર શરૂ થયેલા સંગ્રામમાં રવિવારે પૂર્વ વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડના સમર્થક વિદ્યાર્થીઓએ રેલી યોજી હતી.જેમાં આ તમામ વિદ્યાર્થીઓએ કે.પી.શર્મા ઓલીની સંસદ ભંગ કરવાની માંગ કરી રહ્યા છે જેમાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ રેલી બે દિવસ પહેલા કે પી ઓલીના સમર્થનમાં વિદ્યાર્થીઓ દ્વારા થયેલી રેલીના જવાબમાં યોજવામાં આવી હતી.આમ બે દિવસ પહેલા યોજાયેલી રેલીમાં વી લવ કેપી ઓલી અને ઓલી ઇઝ અવર હિરો જેવા નારા લાગ્યા હતા.

જ્યારે કેપી ઓલીના વિરોધમાં યોજાયેલી રેલીમાં વી હેટ કેપી ઓલીના નારા લાગ્યા હતા.જે રેલીમાં કહેવામાં આવ્યું હતું કે ઓલીએ જે સંસદ ભંગ કરવાનો પ્રસ્તાવ મુકીને દેશને અધોગતિના માર્ગ ઉપર ધકેલ્યો છે.આ રેલી પૂર્વ વડાપ્રધાન પ્રચંડ અને માધવકુમાર નેપાલ દ્વારા કેપી ઓલીના વિરોધમાં જે અભિયાન શરૂ કરાયું છે તેનો એક ભાગ હતો.આમ આ બંને નેતાઓ સહિત અનેક નેતાઓ કેપી ઓલીના નિર્ણયોનો વિરોધ કરી રહ્યા છે.

આમ કે કેપી ઓલી દ્વારા સંસદ ભંગના પ્રસ્તાવ બાદ તેમને નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.પરંતુ કેપી ઓલીના સમર્થકોનો દાવો છે કે અસલી કોમ્યુનિસ્ટ પાર્ટી તેમની છે.