લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / નેપાળમાં સ્ટ્રીટ ફૂડ પર પ્રતિબંધ મૂકવામા આવ્યો

નેપાળે રાજધાનીમાં કોલેરાના પ્રસારને રોકવાની કવાયત હેઠળ કાઠમંડુ ખીણમાં રસ્તા પર ખાણી-પીણીનો સામાન વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે.કાઠમંડુ મેટ્રોપોલિટન સિટી દ્વારા સ્ટ્રીટ ફૂડના વેચાણ પર પ્રતિબંધનો નિર્ણય ત્યારે લેવાયો જ્યારે વિસ્તારમાં રવિવારથી અત્યાર સુધી કોલેરાના 12 દર્દીઓ સામે આવ્યા છે.જેમા મહાનગરના સ્વાસ્થ્ય વિભાગના પ્રમુખ બલરાજ ત્રિપાઠીએ કહ્યુ હતુ કે કાઠમંડુમાં કોલેરાના દર્દીઓની સંખ્યા વધવાના કારણે અમુક સમય માટે ખાદ્યપદાર્થનુ વેચાણ અને વિતરણ પર રોક લગાવી દેવામા આવી છે.ત્યારે કેએમસીએ આદેશનુ ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કાર્યવાહીની પણ ચેતવણી આપવામા આવી છે.આમ ગયા અઠવાડિયે જ લલિતપુર મેટ્રોપોલિટન સિટીએ મહાનગરમાં પાણીપુરીના વેચાણ અને વિતરણ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો હતો અને દાવો કર્યો હતો કે પાણીપુરીમાં ઉપયોગ થનારા પાણીમાં કોલેરાના બેક્ટેરિયા મળ્યા છે.આમ કોલેરા એક જીવાણુ રોગ છે જે સામાન્ય રીતે દૂષિત પાણી દ્વારા ફેલાતો હોય છે.ત્યારે આ બીમારીથી ગંભીર ડાયેરિયા અને ડી-હાઈડ્રેશન જેવી તકલીફો થતી હોય છે,ત્યારે યોગ્ય સમયે સારવાર ન મળવાથી આ અમુક કલાકની અંદર જ જીવલેણ પણ સાબિત થઈ શકે છે.