લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / નવીન સંસદભવન પહોંચવા માટે વડાપ્રધાન પીએમઓ નિવાસથી ગોલ્ફ કાર્ટમાં જશે

દેશમાં બની રહેલા નવા સંસદ ભવનમાં વડાપ્રધાન તથા ઉપરાષ્ટ્રપતિને નવા પાર્લામેન્ટરી બોર્ડમાં આવાગમન માટે ખાસ ટનલ બનાવવામાં આવી રહી છે જેથી એકતરફ તેમની સલામતી જળવાઇ રહેશે.ત્યારે બીજીતરફ વીઆઇપી કાફલાને કારણે માર્ગો ઉપર ટ્રાફીક સહીતની જે સમસ્યાઓ સર્જાય છે તે પણ નહી સર્જાય.આ ઉપરાંત સાંસદોની ચેમ્બરમાં આવાગમન માટે ખાસ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેના કારણે તેઓ આ સંકુલમાં કોઇપણ જાતના વિઘ્ન વગર આવાગમન કરી શકશે.જેમાં ખાસ કરીને વડાપ્રધાન આવાસ અને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટને ટનલથી જોડી દેવામાં આવ્યું છે જે સાઉથ બ્લોક સુધી પહોંચશે.આમ ઉપરાષ્ટ્રપતિ માટે તેમની નોર્થ બ્લોક ઓફીસ સુધીનો ટનલ માર્ગ અને નવુ આવાસ બાંધવામાં આવશે.જ્યારે સાંસદોની ચેમ્બર તથા તેમના આવાગમનના માર્ગ સ્વતંત્ર હશે.જેથી કરીને તેઓને કોઇ ટ્રાફીકની સમસ્યા ન થાય.આમ આ આંતરીક માર્ગ માટે ગોલ્ફ કાર્ટ જેવી કારનો ઉપયોગ કરવાની વ્યવસ્થા છે.રાષ્ટ્રપતિ ભવન અને સંસદ ભવન વચ્ચે સામાન્ય અંતર હોવાથી કોઇ ખાસ વ્યવસ્થા થઇ નથી.