લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ન્યૂઝીલેન્ડમાં કોરોનાના પ્રવેશથી ઓકલેન્ડમાં ફરી લોકડાઉન કરવામાં આવ્યું

ન્યૂઝીલેન્ડમાં કોરોનાએ ફરી માથું ઊંચકતા વડાપ્રધાન જેસિન્ડા આર્ડેને દેશનાં ઓકલેન્ડ શહેરમાં ફરી ૭ દિવસનું લોકડાઉન કરવાની જાહેરાત કરી છે.આમ શહેરમાં કેટલાક લોકોમાં કોરોનાનું સંક્રમણ વધતા નિર્ણય લેવાયો છે.આમ બે અઠવાડિયા પહેલા જ ઓકલેન્ડનાં ૨૦ લાખ લોકો માટે ૩ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું હતું.તે વખતે એક જ પરિવારનાં ત્રણ લોકોમાં યુકે વેરિઅન્ટ જણાતા લોકડાઉન કરાયું હતું.આમ
આ સિવાય બ્રાઝિલનાં શહેર બ્રાઝિલિયામાં કોરોના વકરતો રોકવા રવિવાર સવારથી લોકડાઉન કરવામાં આવ્યું છે.જ્યાં દેશનાં ૧૨ જેટલા રાજ્યો કે જ્યાં દર્દીઓ માટે બેડની અછત સર્જાઈ છે તેવા મુખ્ય શહેરો પૈકી કેટલાક શહેરોમાં લોકડાઉન તો કેટલાકમાં નાઈટ કરફ્યુ કરવામાં આવ્યું છે. આમ બ્રાઝિલમાં કોરોનાને કારણે અઢી લાખથી વધુનાં મોત થયા છે.જ્યારે લોકડાઉનને કારણે બેકારી પણ વધી રહી છે.

ત્યારે અમેરિકામાં દરરોજ નોંધાતા નવા કેસની સંખ્યા હવે ઘટી રહી છે.જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૮૦,૬૨૫ કેસ નોંધાયા હતા જ્યારે બ્રાઝિલમાં ૬૩,૯૦૮ કેસ સામે આવ્યા હતા.આમ એક મહિના પહેલા યુએસમાં દરરોજ ૩ લાખથી વધુ દર્દીઓ નોંધાતા હતા.ત્યારે છેલ્લા ૧૫ દિવસમાં નવા દર્દીઓની સંખ્યામાં ૩૨ ટકાનો ઘટાડો થયો છે.ત્યારે યુએસમાં ૬.૮ કરોડ લોકો જ્યારે બ્રાઝિલમાં ૭૮ લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે.