લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ન્યુઝીલેન્ડે ઇંગ્લેન્ડ પ્રવાસ માટેની ટીમ જાહેર કરી

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આગામી ૨ અને ૧૦ જૂનથી રમાનાર બે ટેસ્ટ શ્રેણી માટેની ૨૦ ખેલાડીઓની ટીમ જાહેર કરી છે.જેમાં પ્રથમ ટેસ્ટ લોર્ડસ અને બીજી ટેસ્ટ એજબેસ્ટનમાં રમાશે તે પછી સાઉધપમ્ટનમાં ૧૮ જૂનથી ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન કોણ તે નક્કી કરવા માટેની ટેસ્ટ રમવામાં આવશે.

ન્યુઝીલેન્ડની ટીમ- વિલિયમસન (કેપ્ટન),બ્લન્ડેલ,બોઉલ્ટ,બ્રેવેલ,હોન્વે,ગ્રાન્ધોમ,ડૂફી,હેનરી,જેમિસન,લાથમ,મિચેલ,નિકોલ્સ એજાજ પટેલ,શચિન રવિન્દ્રા,સાન્ટનર સાઉધી,ટેલર,વાઉનર,વોસ્ટિંગ,યંગ.જેમાં મૂળ ભારતીય રવીન્દ્રા ડાબોડી બેટ્સમેન અને તેમજ ડાબોડી સ્પિનર છે.આ સિવાય હોન્વે અને ડફી હજુ ટેસ્ટ મેચ રમ્યા નથી.જ્યારે એજાજ પટેલ પણ ભારતમાં જન્મેલ ક્રિકેટર છે જે ડાબોડી બોલર છે.