લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ન્યૂઝીલેન્ડે ભારતથી આવનારા મુસાફરો પર પ્રતિબંધ મૂક્યો

ભારતની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને ન્યૂઝીલેન્ડે એક મહત્વનો નિર્ણય લીધો છે.જેમાં ન્યૂઝીલેન્ડે ભારતથી આવનારા મુસાફરો પર પ્રતિબંધ મુકી દીધો છે.જે પ્રતિબંધ આગામી 11મી એપ્રિલથી અમલી ગણાશે.જેમાં ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડેને 11મી એપ્રિલથી 28મી એપ્રિલ સુધી ભારતથી આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેવી જાહેરાત કરી હતી.જે નિયમ ન્યૂઝીલેન્ડમાં 11મી એપ્રિલે સાંજે 4:00 વાગ્યાથી લાગુ કરી દેવામાં આવશે.

ન્યૂઝીલેન્ડની જો કોઈ વ્યક્તિ ભારતમાં હશે અને આ દરમિયાન પરત જવા ઈચ્છતી હશે તો તેને પણ પોતાના દેશમા પ્રવેશ નહીં મળે. મતલબ કે હવે 28મી એપ્રિલ બાદ જ કોઈ ભારતથી ન્યૂઝીલેન્ડ જઈ શકશે.આમ ભારતમાં છેલ્લા 4 દિવસમાં કોરોનાના 5 લાખ નવા કેસ સામે આવ્યા છે.ત્યારે એકસમયે ન્યૂઝીલેન્ડ કોવિડ ફ્રી જાહેર થયું હતું.ત્યારબાદ થોડા કેસો સામે આવ્યા હતા પરંતુ ત્યાંની સ્થિતિ હંમેશા કાબૂમાં રહી છે.આમ શુક્રવારથી શરૂ થઈ રહેલી આઈ.પી.એલમાં ન્યૂઝીલેન્ડના કેટલાક ખેલાડીઓ પણ હિસ્સો લઈ રહ્યા છે.