લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ન્યૂઝિલેન્ડના ઓકલેન્ડ શહેરમાં કોરોના સંક્રમણ વધતા ત્રણ દિવસનું સખ્ત લોકડાઉન જાહેર કરાયું

ન્યૂઝિલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને કોરોનાના વધતા સંક્રમણને જોતા ઓકલેન્ડ શહેરમાં ત્રણ દિવસ માટે લોકડાઉનનો આદેશ આપ્યો છે.આમ ન્યૂઝિલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેન્ડના 1.7 લાખ નિવાસીઓને અડધી રાતથી ઘર પર રહેવા માટે કહેવામાં આવ્યું છે.જેમાં લોકડાઉન દરમિયાન આવશ્યક સેવાઓને બાદ કરતા બધુ જ બંધ રહેશે.

આમ વડાપ્રધાન અર્ડર્ને કેબિનેટમાં અન્ય સાંસદો સાથે એક જરૂરી બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરી હતી.આમ તેમણે કહ્યું હતું કે હાલમાં જાણવા મળ્યું છે કે આ કોરોના વાઈરસ વધારે આક્રમક થઈ શકે છે તેથી આપણે વધારે સતર્કતા રાખવાની જરૂર છે.જ્યાં સુધી તેના વિશે વધારે જાણકારી ન મળે ત્યાં સુધી સાવચેતી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.