લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉત્તર ભારત તરફ જતી તમામ ટ્રેનો હાઉસફુલ થઈ

માર્ચમાં કોરોનાની બીજી લહેર શરૂ થયા બાદ ફરીથી અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં લોકડાઉન લાગી શકે તેવા ભય સાથે મોટી સંખ્યામાં શ્રમિકોએ ટ્રેનોમાં ટિકિટ લેવાની શરૂઆત કરી છે.ત્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતાં મુંબઈ તરફ જતી તમામ ટ્રેનો ખાલી દોડી રહી છે.જેમાં લોકડાઉનની આશંકાના ભયે ઉત્તર ભારત તરફ જતી તમામ ટ્રેનો હાઉસફૂલ થઈ છે.જેમાં 250 થી 300 સુધી વેઈટિંગ ચાલી રહ્યું છે.આમ આ ટ્રેનોની સ્થિતિ જોતાં રેલવેએ ઉત્તર ભારત માટે કેટલીક નવી ટ્રેનોની જાહેરાત કરી હતી.આ ટ્રેનો પણ ગણતરીના કલાકમાં ફૂલ થતાની સાથે લાંબુ વેઈટિંગ જોવા મળી રહ્યું છે.