લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / નોવાક યોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનમાં પ્રેક્ષકો સામે રમવા માટે ઉત્સુક

ક્વોરેન્ટાઇનમાંથી બહાર આવ્યા પછી નોવાક યોકોવિચે જણાવ્યું હતું કે હું ઓસ્ટ્રેલિયન ઓપનમાં પ્રેક્ષકો સામે રમવા ઉત્સુક છે.જેમાં લગભગ એક વર્ષથી હું પ્રેક્ષકોની હાજરીમાં રમ્યો નથી.બીજીબાજુ સેરેના વિલિયમ્સે ૩૯ વર્ષની વયે પણ તેની આગવી રમત જાળવી રાખતા સીઝનનો પ્રારંભ વિજય સાથે કર્યો હતો.જેમાં તેણે ડેરિયા ગેર્વિલોવાને ૬-૧,૬-૪થી હરાવીને યારાવેલી ક્લાસિકના અંતિમ ૧૬માં પ્રવેશ કર્યો હતો.સેરેના ૨૩ ગ્રાન્ડસ્લામ જીતી ચૂકી છે અને જોતે ઓસ્ટ્રેલિયન ઓપન જીતે તો ઓસ્ટ્રેલિયાની જ લેજેન્ડ માર્ગારેટ કોર્ટ સ્મિથના ૨૪ ગ્રાન્ડસ્લામ જીતવાના રેકોર્ડની બરોબરી કરશે.

આમ મેલબોર્ન પાર્કમાં રમાનારી ગ્રાન્ડસ્લામ ટુર્નામેન્ટમાં દરરોજે ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ પ્રેક્ષકો હાજર રહી શકશે.ત્યારે તેણે કહ્યું હતું કે લગભગ બાર મહિના પછી પ્રેક્ષકો સામે રમતા મારા રૂવાડા ઊભા થઈ જાય છે.આમ છેલ્લા ૧૫ વર્ષથી પ્રોફેશનલ ટેનિસ રમવા દરમિયાન મારા માટે સ્ટેડિયમમાં પ્રેક્ષકોની હાજરી સૌથી મોટું પ્રેરકબળ રહ્યું છે.મને હંમેશા પ્રેક્ષકોની હાજરીમાં રમવું ગમે છે.

યોકોવિચે આ પહેલા ક્વોરેન્ટાઇનમાં રાહત માંગી અને તેના આકરા નિયમોની ટીકા કરીને આયોજકોને ચિંતામાં મૂકી દીધા હતા,પરંતુ હવે ક્વોરેન્ટાઇનમાંથી બહાર આવ્યા પછી તે રમવા ઉત્સુક છે.યોકોવિચે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા મારા માટે બીજું ઘર છે,મારી કારકિર્દીના ૧૭ ગ્રાન્ડસ્લેમ ટાઇટલમાંથી તો 8 ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના સ્વરૂપમાં જીત્યા છે.જેમાં દર વર્ષે હું આ કોર્ટ પર આવું ત્યારે પહેલા કરતાં વધારે ઊર્જા અનુભવું છે.