લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઓલમ્પિકમાં પ્રથમવાર દેશના 4 નાવિકો ભાગ લેશે

પ્રથમવાર જાપાનના ટોક્યો ખાતે યોજાનારા ઓલમ્પિકમાં ભારતના 4 નાવિકો ભાગ લેશે અને ઈતિહાસ સર્જશે.જેમાં વિષ્ણુ સરવન ઉપરાંત ગણપતિ ચેંગપ્પા અને વરૂણ ઠક્કરની જોડી ઓમાનમાં એશિયાઈ ક્વોલિફાયર દ્વારા ઓલમ્પિક માટે ક્વોલિફાઈ થઈને ભારતીય રમતમાં ઈતિહાસ સર્જી રહ્યા છે.જેમાં નેત્રા કુમાનન ટોક્યો ઓલમ્પિક માટે ક્વોલિફાઈ થનારી પ્રથમ ભારતીય મહિલા નાવિક બની હતી.જેમાં તેમણે મુસાનાહ ઓપન ચેમ્પિયનશિપ દ્વારા લેઝર રેડિયલ સ્પર્ધામાં ક્વોલિફાઈ કર્યું હતું.આમ ભારત પ્રથમવાર ઓલમ્પિકની 3 સ્પર્ધાઓમાં ઉતરશે. આમ અત્યારસુધી ભારત ઓલમ્પિકની માત્ર એક જ સ્પર્ધામાં ઉતર્યું હતું.