લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઓલિમ્પિક્સમાં ક્રિકેટને સમાવવા માટે બિડને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનું સમર્થન

ઓલિમ્પિક્સમાં ક્રિકેટને સમાવવાના બિડને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનું સમર્થન મળ્યું છે.જેમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જણાવ્યું હતું કે તે વિશ્વના સૌથી મોટા રમતગમત શોમાં ક્રિકેટ પણ હિસ્સો બને તેમ ઇચ્છે છે.આમ છેલ્લે ઇસ.1900માં પેરિસમાં રમાયેલી ઓલિમ્પિક્સમાં ક્રિકેટને સમાવવામાં આવી હતી.આમ આઇ.સી.સી વર્ષ 2028મા લોસ એન્જલ્સમાં રમાનારી ઓલિમ્પિક્સમાં ક્રિકેટને ટી-20ના ફોર્મેટમાં રમાડવામાં આવે તેવા પ્રયત્ન કરી રહી છે.

આમ બીસીસીઆઇએ તેનું વલણ બદલ્યું છે.ત્યારે બીસીસીઆઇ આગામી વર્ષે બર્મિંઘમમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સમાં તેની મહિલા ક્રિકેટ ટીમને મોકલવા તૈયાર થઈ ગયું છે.આમ ઇસ.1998મા કુઆલાલામ્પુરમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં સાઉથ આફ્રિકાની મેન્સ ટીમે ગોલ્ડ જીત્યો હતો.આમ ધુમલે જણાવ્યું હતું કે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ટી-20 વિશ્વકપ માટેના સ્થળોને શોર્ટલિસ્ટ કરવામાં આવી રહ્યા છે.જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેની પ્રેક્ષકોની ક્ષમતા 1,32,૦૦૦ છે તેના પર ટી-20 વિશ્વકપની ફાઇનલ રમાશે.