લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / એક અખાડાના મહામંડલેશ્વરનુ નિધન થતાં બે અખાડાઓએ કુંભ સમાપ્તિની જાહેરાત કરી દીધી

કુંભના કારણે હરિદ્વારમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે એકતરફ કુંભમેળામાં સ્નાન કરવા માટે લાખો ભાવિકો હરીદ્વારમાં ઉમટેલા છે.જેમાં અત્યારસુધીમાં 60થી વધુ સંતો કોરોનાથી પોઝિટિવ થઈ ચુક્યા છે.ત્યારે દહેરાદૂનમાં દાખલ અખિલ ભારતીય પંચ નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કપિલ દેવદાસનુ મૃત્યુ થયુ છે કે જેઓ કોરોનાની સારવાર લઈ રહ્યા હતા જેમને શ્વાસ લેવામાં તકલીફ હતી તેમજ તાવ આવી રહ્યો હતો.આમ તેમના નિધનથી સંત સમાજ સ્તબ્ધ થઈ ગયો છે.

આમ બીજીતરફ પંચાયતી અખાડા શ્રી નિરંજની અને આનંદ અખાડાએ કુંભમેળાના સમાપનની જાહેરાત કરીને પોતાની છાવણીઓ સંકેલવા માંડી છે.ત્યારે 17 એપ્રિલે નિરંજની અખાડાના સંતો પોતાની છાવણીઓ ખાલી કરી દેશે.ત્યારે કુંભમેળો ઔપચારિક રહી ગયો છે.આમ આગામી 27 એપ્રિલે અખાડાઓનુ સ્નાન છે પણ તેમાં તમામ અખાડા સામેલ થતા નથી.