લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કારમાં એકલા પ્રવાસ કરતા વ્યકિત માટે પણ માસ્ક ફરજીયાત કરાયો

દેશના પાટનગર દિલ્હીમાં સતત વધતા જતાં કોરોના સંક્રમણ વચ્ચે દિલ્હી હાઇકોર્ટે કારમાં પ્રવાસ કરતાં એક મુસાફર માટે પણ માસ્ક ફરજીયાત કર્યો છે.જે બાબતે હાઇકોર્ટે જણાવ્યું હતું કે વાહન એ એક સાર્વજનિક સ્થાન છે અને તેમાં બેસનાર લોકોની સુરક્ષાની ચિંતા થવી જોઇએ.આ સિવાય દિલ્હી હાઇકોર્ટએ વધુ સ્પષ્ટ કર્યુ છે કે કારમાં ડ્રાઇવર એકલો પ્રવાસ કરતો હોય તો પણ તેણે માસ્ક ન પહેર્યુ હોય તો પોલીસ તેનુ ચલણ કાપીને દંડ કરી શકશે.માસ્ક એક સુરક્ષા કવચ છે જે પહેરનારને પણ બચાવે છે અને તેની આસપાસ રહેલા લોકોને પણ કોરોના સામે સુરક્ષા આપે છે.આમ દુનિયાભરના વૈજ્ઞાનિકોએ માસ્ક પહેરવાની સલાહ આપી છે.વર્તમાન સમયમાં દિલ્હીમાં કારમાં પ્રવાસ કરેલા એક વ્યકિતએ પોતે માસ્ક પહેર્યુ ન હતું અને પોલીસે તેને દંડ ફટકારતા તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી.જેમાં ન્યાયમૂર્તિ પ્રતીભાસિંહે સરકારની રજૂઆતને માન્ય રાખી છે અને કેન્દ્ર સરકારે તથા દિલ્હી સરકારે એવુ નિવેદન કર્યું હતું કે કારમાં એક વ્યકિત હોય તો પણ કોરોના સામે સુરક્ષાના કારણોસર માસ્ક ફરજીયાત છે.આમ કારમાં ઓચિંતા બીજા વ્યકિત આવી જાય અને ડ્રાઇવર સંક્રમીત હોય તો તેના વાયરસ કારમાં મોજુદ હોવાથી નવા બેસનાર વ્યકિતને પણ સંક્રમણ લાગી શકે છે.