લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઓ.એન.જી.સીનું હેલીકોપ્ટર તૂટી પડતા ચાર લોકોના મૃત્યુ થયા

મુંબઈના દરિયાકાંઠેથી 50 નોટીકલ માઈલ દૂર પવનહંસ હેલીકોપ્ટર તૂટી પડતા ઓ.એન.જી.સીના ત્રણ કર્મચારીઓ સહીત ચાર વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે.જે હેલીકોપ્ટર બે પાઈલોટ અને અન્ય સાત મુસાફરો સાથે જઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી.મુંબઈના અખાત નજીક દેશના ક્રુડ ઓઈલ ઉત્પાદનમાં 25 ટકા હિસ્સો ધરાવતી બોમ્બે હાઈ આવેલી છે. ત્યારે આ કર્મચારીઓને હેલીકોપ્ટર મારફત મુંબઈ થી અહી લઇ જવામાં આવે છે.આમ દુર્ઘટના બની ત્યારે હેલીકોપ્ટર થોડો સમય દરિયાઈ સપાટી ઉપર તરતું રહ્યું હતું એ સમયે બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને બધા જ મુસાફરોને બહાર ખેચી લેવામાં આવ્યા હતા.જયારે બચાવ કામગીરી ચાલુ હતી ત્યારે તેમાંથી ચાર વ્યક્તિઓ બેહોશ હતી જેમને નૌસેનાના હેલીકોપ્ટર મારફત હોસ્પિટલ પહોચાડ્યા હતા જ્યાં આ બધાને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.