લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઓરિસ્સાએ દેશના અન્ય રાજ્યોને ઓક્સિજન પૂરો પાડ્યો

કોરોના મહામારી વચ્ચે ઓક્સિજનની અછત સામે ઝઝૂમી રહેલા યુ.પી સહિતના રાજ્યો માટે ઓરિસ્સા લાઈફલાઈન સમાન જોવા મળી રહ્યું છે.જેમાં ઓરિસ્સાએ છેલ્લા 46 કલાકમાં યુ.પી,મધ્યપ્રદેશ,આંધ્રપ્રદેશ,દિલ્હી તેમજ અન્ય બીજા રાજ્યોને 510 મેટ્રિક ટન જેટલો ઓક્સિજનનો પૂરવઠો મોકલી આપ્યો છે તેમજ ટેન્કરોને ઓરિસ્સાની પોલીસે સુરક્ષા પણ પૂરી પાડી છે.આમ ઓરિસ્સામાં દર્દીઓ માટે રોજ 23 ટન ઓક્સિજનની જરૂર પડે છે તેની સામે રાજ્યમાં રોજ 129 ટન ઓક્સિજનનુ ઉત્પાદન થઈ રહ્યુ છે.જ્યારે લિકવિડ ઓક્સિજનનુ 60 ટન ઉત્પાદન થઈ રહ્યુ છે.આવા સંજોગોમાં ઓરિસ્સા વધારાનો સપ્લાય બીજા રાજ્યોને પૂરું પાડી રહ્યુ છે.